જય શ્રીકૃષ્ણ મિત્રો,
ઓહો હો આજે તો કેટલું બધું છે.આજે છે ૧૦મી ઓક્ટોમ્બર.વિશ્વ ટપાલ દિન, તથા વિશ્વ સંસ્કૃત દિન, તથા મારી બે પિતરાઈ બહેનના જન્મદિન અને મારા બે મિત્રોના પણ જન્મદિન.અને એથી વધુ કહુ તો આજે છે “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન.” તમે કહેશો તો શું થયું અમે તો માનસિક રિતે સ્વસ્થ જ છીએ. અમે પાગલ નથી.કદાચ આપણે માનસિક બીમારીને માત્ર એક પાગલપન જ ગણી લીધી છે.પણ કદાચ ગહન રીતે વિચારો તો ખબર પડશે કે કોઈક ને કોઈક માનસિક તાણ થી તો આપણે ઘેરાયેલા છીએ.માટૅ જ તો આજે આપણે એ બાળપણની જેમ મુક્ત મને હસી નથી શકતા નથી વર્તી શકતા..અરે આજકાલ ના મોડર્ન માતા-પિતાઓ પોતાનું બાળક પાછળ ન રહી જાય એ માટે તો તેમણે તેમના બાળકનું એ બાળપણ પણ છીનવી લીધું છે.નાનપણથી બેટા માટીમાં નહી રમવાનું, વરસાદમાં ન પલળાય માંદા પડાય.હા તેઓ ખોટુ નથી કહેતા પણ ક્યારેક એક બાળક બની વિચારી જુઓ શું તમને એ કરવામાં મજા નહોતી આવતી.હા માંદા પડાય પણ એ પહેલા વરસાદમાં પલળવાનો આનંદ કંઈ ઓર જ હોય છે અને તેમાં પલળતા મિત્રો સાથે કે પોતાના સાથે મસ્તી કરવાની મજા ઘરમાં બેઠા બેઠા તો ન જ મળૅ ને.અરે મોટા પણ કોઈ શું કહેશે...? હવે તો ઉંમર થઈ હવે આવુ ન શોભે...બસ કોઈના એ શું ના લીધે આપણે આપણી જીંદગી જીવવાની ભૂલી જઈએ છીએ.બસ પ્રભૂ ને એક જ પ્રાર્થના છે કે મારા અને આપ સર્વેના માહ્યલામાં રહેલું આપણું બાળપણ હંમેશા ખીલેલું રહે..અરે હાં એક વાત તો રહી જ ગઈ આજે મને હંમેશા મદદ કરતા મારી મિત્ર મન નો પણ જન્મદિન છે. છે ને કેટલો સુંદર સમન્વય મન અને માનસિક સ્વાસ્થ્ય દિન. વળી એક વધું સંયોગ બતાવું આજે છે વિશ્વ સંસ્કૃત દિન અને મન પણ સંસ્કૃત વિષયમાં M.A. B.Ed. કરેલ છે.તો આજના દિવસે મારી એ બહેનો, મિત્રો અને મન ને જન્મદિનની શુભકામનાઓ..તો આજે કુલ ત્રણ રચના મૂકીશ્ એમાં બે મારી મિત્ર મન ની છે અને એક સિઝોફ્રેનીઆ એક માનસિક બિમારી પર છે. તો એક સવાલ આજે તમારા માટૅ મનની આ રચના મળ્યા આપણેમાંના ભાવ ની વાત કરવી છે .કારણકે અત્યાર સુધી મે જેટલી વાર આ રચના વાંચી તેટલી વાર જુદા જુદા અર્થ અને ભાવ સમજાયા છે હવે જણાવવાનો વારો તમારો......
શું કરવું છે કહીને કેમ મળ્યાંતા આપણે ?
સૃષ્ટિનાં કણ કણમાં મળ્યાંતા આપણે.
દરિયાનાં ઉછળતા તરંગોમાં અને,
સરોવરના શાંત જળમાં મળ્યાંતા આપણે.
ફૂલોની મધુર સુવાસમાં અને,
ભમરાઓના મસ્ત ગુંજનમાં મળ્યાંતા આપણે.
ઉગતા સુરજના પ્રકાશમાં અને,
આથમતા રવિના અંધકારમાં મળ્યાંતા આપણે.
પ્રેમી યુવકના હૈયામાં અને,
વિહ્વાળ યુવતીના અંતરમાં મળ્યાંતા આપણે.
ફરી કદીક મળીશું આપણે મનમાં ને મનમાં,
અને કરીશું વાતો એકમેકના અંતરમાં.


No comments:
Post a Comment