જય શ્રીકૃષ્ણ મિત્રો,
આજે છે આસો સુદ દશમ એટલે કે વિજયા દશમી. આજના દિને મા અંબેએ મહિષાસુરનો વધ કર્યો હતો તથા શ્રી રામે પણ રાવણ સાથે યુદ્ધ કરી તેનો વિનાશ કર્યો હતો.આમ આજે આપણા એ કામ, ક્રોધ્ મદ મોહ વગેરે વિકારો દૂર કરી વિજયનો ઉત્સવ મનાવવાનો તહેવાર છે. તો આજે પ્રસ્તુત છે રમેશ પટેલ 'આકાશદીપ'ની પ્રભુ શ્રીરામ પરની આ રચના.

ભારત ભોમની ચેતના રામકૌશલ્યા દશરથ નંદન રામ, પરદુઃખ ભંજક ભ્રાતૃ રામ
અભિમાનીઓના અંતજ રામ, હનુમંત બોલે જય સીતારામ
ઉઠતાં રામ સંવરતાં રામ, જનજન જીવનમાં વસતો રામ
દાતા રામ શાતા રામ, દીન દુઃખીયાંનો બેલી રામ
રાજા રામ વનવાસી રામ, ઋષીઓની શ્રધ્ધા છે રામ
શબરીનો રામ અહલ્યાનો રામ, ધર્મ ધારક પંચવટીનો રામ
ધનુષ્ય બાણે શોભે શ્રી રામ, રામ સેતુએ રામેશ્વર પૂંજે રામ
હૃદયે રાજ કરે શ્રી રામ, રામમય સંસારે રમતો રામ
ઋષી વાલ્મીકિએ જાણ્યો રામ, દૈવી પથે દોરે અયોધ્યા રામ
સુગ્રીવનો રામ જટાયુનો રામ, જીવન મંત્ર વિભીષણનો રામ
જીવન શ્રધ્ધા જીવન સત્ય, ભારત ભોમની ચતના રામ
ભલો રામ ભોળો રામ, અજર અમર પદ દાતા રામ
………………………………………….
રમેશ પટેલ ‘આકાશદીપ’

No comments:
Post a Comment