October 2, 2008

ત્રીજુ નોરતું...વૈષ્ણવ જન તો તેને રે કહીયે......નરસિંહ મહેતા

સત્યમેવ જયતે.


હા આજે છે ૨જી ઓક્ટોમ્બર એટલે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુનો જન્મદિન.તેમનો જન્મ ૦૨-૧૦-૧૮૬૯ના ભાદરવા વદ-૧૨ ના રોજ પોરબંદર ખાતે થયો હતો.બાપુ વિશે તો જેટલુ લખીએ તેટલુ ઓછું છે અને તેમણૅ કહેલુ કે મારું જીવન જ મારો ઉપદેશ છે.અને સત્ય અને અહિંસાના શસ્ત્રોથી આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી.પણ આજે લાગે છે કે એજ બાપુના ફોટા હેઠળ કે નામ પાછળ આટલો ભ્રષ્ટાચાર ચાલે છે કે થાય છે કે શું સાચે જ આપણે આઝાદ થયા છીએ ખરા..?


બાપુને રેંટિયો બહુ જ વહાલો હતો માટૅ જ ભાદરવા વદ-૧૨ ને રેંટિયાબારસ તરીકે મનાવવામાં આવે છે.અને તેઓ સ્વદેશી વસ્તુઓનો જ આગ્રહ રાખતા.પણ આજે તો એ રેંટિયો ભૂલાઈ જ ગયો છે.કદાચ આજની પેઢીના લોકોએ તો માત્ર ફોટામાં જ જોયો હશે.તો તેમાંથી સૂતર કાંતવાની તો વાત જ ક્યાં રહી.વળી આજે છે આસો સુદ ૩.ત્રીજુ નોરતું. તો આજે રજૂ કરું છું ગાંધી બાપુની પ્રિય નરસિંહ મહેતાની રચના વૈષ્ણવ જન તો તેને રે...આ રચનાને જુદાજુદા સ્વરમાં અને રાગમાં માણવા માટે પ્રાર્થનામંદિરની મુલાકાત જરુરથી લેજો.





વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન



સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન



સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન


મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.વૈષ્ણવ જન


વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન


///////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////////



માફ કરજો મિત્રો પણ વ્યસ્ત હોવાને લીધે નવરાત્રિમાં ગરબા રજૂ નથી કરી શકતો પણ જલ્દીથી રજુ કરીશ.

No comments: