September 28, 2008

World Heart Day....પાંદડુ લીલું ને રંગ રાતો.....અવિનાશ વ્યાસ

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૨૮મી સપ્ટેમ્બર.આપણી સૂરીલી અને કોકીલ કંઠીલ હ્ર્દય સામ્રાજ્ઞી એવી શ્રી લતા મંગેશકરનો આજે જન્મદીન છે.અને વળી જોગાનુજોગ આજે છે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર.એટલેકે World Heart Day "વિશ્વ હૃદય દિન" છે. કેવો અદભૂત સંગમ...આજે દોડધામભરી જીંદગીમાં લોકો સતત માનસિક અને શારીરિક તાણ અનુભવી રહ્યા છે જેથી પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપતા નથી. અને પરિણામે હૃદયરોગના દર્દીઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. કહેવાય છે કે ૨૦૧૦માં દુનિયાના ૬૦ ટકા હૃદયના દર્દીઓ ભારતમાં હશે.માટે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને World Heart Day " તરીકે ઉજવવામાં આવે છે.દર વર્ષે તેની અલગ અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ છે "Know your risk" રાખવામાં આવી છે.આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં હૃદયરોગ અંગે જાગૃતિ કેળવવાનો છે.માટૅ આજથી વધારે પડતા જંકફૂડ, મીઠા નો ત્યાગ તથા લીલા શાકભાજી અને ફ્રૂટનો ખોરાકમાં સમાવવા સાથે કસરત અને યોગાસનોને પણ પોતાના રૂટીનમાં ઊમેરવું પડશે. વળી કાલે આપણા ગાયક મહેન્દ્ર કપૂરનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે તો આજે પ્રસ્તુત છે કવિ અવિનાશ વ્યાસનું લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીત સુલભગુર્જરીમાં પણ...





પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

…………………………………………………


ફરમાઇશ કરનાર મિત્ર : હર્ષિલ ભટ્ટ

No comments: