કેમ છો મિત્રો,
હજી ઘરે જ છો અરે જલદી કરો આજે ૨૬મી સપ્ટેમ્બર છે પછી કાલે તો રેડ રીબન એક્સપ્રેસ અમદાવાદમાંથી જતી રહેશે.પછી ગાંધીનગર જવું પડશે. તો ચાલો આજે ત્યાં જવાનું એક બીજુ બહાનું બતાવું.આપણા કવિમિત્ર રમેશ પટેલ 'આકાશદીપ'એ મોકલેલ રચના વાંચ્યા પછી તો તમે પણ તૈયાર થઈ જશો.કે ચાલો પ્રેમને પથ પર કે ક્યાંક ત્યા જતા જ રસ્તામાં જ તે મળી જાય જેનો કદાચ ઈંતજાર હતો, ક્યાંક એ નજર પણ આપણી વાટ તાકીને ઊભી હોય.અને મારા જીવનસંગીની વાળા મિત્રો જોજો તમે ના માંડી વાળતા અરે ત્યા જતા જ વચમાં આવતી તમારી એમની સાથેની એ મીઠી પળોને પણ ફરી વાગોળી લેજો.મિત્રો જાણુ છું કે આ કલ્પનાની દુનિયા છે પણ આ સપનાની દુનિયામાં પણ રાચવાની એક મજા છે ને. અને વળી ત્યાં પહોંચીને આ ટ્રેનની મુલાકાત પણ તમને અને બીજા ઘણા બધાને એક એવી માહિતી આપશે કે જેથી એક ગંભીર બીમારી એઈડસ ને કંટ્રોલ કરી શકાશે.બસ સપના સાથે જીવનનું સત્ય એટલી મીઠાશથી ઘોળી પી જાઓ, જીવન સુંદર અને આહલાદક બની જશે.
એકવાર ભૂરા આકાશ નીચે,
એકાંતમાં ઘૂઘવ્યુંતું પૂર
ભૂરી આંખોમાં ભાળીને હેત
ઉમટ્યાતા વાદળના નૂર
પ્રથમ નઝરે બંધાણી પ્રીતડીને,
ભાગ્યે દિધી અણમોલ ભેટ
પગલામાં માણ્યા મીઠા રણકારને
નયનોમાં ચમક્યા રે હેત
વસંતને બોલાવવા ગોત્યાં રે ગીતડાં
મન મંદિરમાં વાગ્યા રે ઘંટ
દુનિયાને સજાવી લઈ રંગોળીને
અમે દોડ્યા રે પ્રેમને રે પંથ
આંખોમાં નાચ્યો કળાયેલ મોરલો
વિના મેઘે ગાજ્યા ગગન
ઉરના ગોખેથી બોલી કોયલડી
ને ભાન ભૂલ્યા પ્રેમે સજન
આવ્યા શ્રાવણ આભલે હરખતા
ભીંજાયા જોડવા રે નાતો
સાત જનમનો શોધ્યો સથવારો
તોય લોકમુખે વહી ભૂંડી વાતો
રમેશ પટેલ(આકાશદીપ)
----------------------------------------------


No comments:
Post a Comment