જય શ્રીકૃષ્ણ દોસ્તો,
આજે છે આપણા ઉર્મિશીલ કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિન.તેમનો જન્મ ૧૯-૦૯-૧૯૩૦ના રોજ કચ્છના ખમરા ગામે થયો હતો.તેમની ખાસ તો પાન લીલુ જોયુ રચના અને અમોને નજરું લાગી તો મારી પ્રિય રચના છે. તો તેમને ભાવભીની શુભેચ્છા સહ શ્રદ્ધાંજલી. આમ તો વિચાર હતો કે અમોને નજરુ લાગી મૂકુ પણ પછી મારા સંગ્રહમાં આ કવિતા પર નજર ગઈ તો થયું કે આ જ યોગ્ય રહેશે.કારણકે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે ત્યારે દરેકને પોતાના પ્રિયજન જે આજે દૂર છે તેની યાદ જરૂર આવે. અને જો તેમનો કેટલાય સમય બાદ રસ્તામાં ક્યાંક મળી જાય તો પછી તે યૌવનકાળમાં બનેલા કંઈક બનાવને વાગોળતા યાદોની દુનિયામાં ખોવાઈ જાય. અને કદાચ તેને પૂછી પણ બેસે કે "દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?"
ને હાં પાન લીલું ગીત સાંભળવા માટૅ બાજુના બોક્સ નેટના વિડ્જેટમાં ક્લીક કરો.
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
……………………………………


No comments:
Post a Comment