September 5, 2008

શિક્ષકદિન....‘ક્લાસ-ટીચર'.....વિપિન પરીખ


જય શ્રીકૃષ્ણ મિત્રો


આજે તો છે ૫મી સપ્ટેમ્બર એટલેકે શિક્ષકદિનઆપણા દ્વિતીય રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મદિન. તો આજે મારા જીવનમાં આવેલા એ તમામ નાના-મોટા સહુ કોઈ કે જેમણે મને માર્ગદર્શન આપ્યું મને જીંદગી જીવતા અને માણતા શીખવાડી તે તમામ ને હું આજે સત સત વંદન સાથે તેમનો આભાર માનું છું. અને આપ સર્વેને હેપ્પી ટીચર ડે....આપણે જેમને આપણા આદર્શ માનીને મોટા થયા એ શિક્ષકોને આપણે શું વળતર આપીએ છીએ સૌથી ઓછુ જ અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે શિક્ષણ કથળતું જાય છે. હા,કથળે નહીં તો થાય શુ ? આથી જ શિક્ષક તે બને છે જે કદાચ પાસ પણ માંડ માડ થયો હોય કારણકે એક આદર્શ શિક્ષકને કાંઈ જ નથી મળ્તુ અને બીજા ટ્રસ્ટીઓએ શિક્ષણને ધંધો બનાવી દીધો છે જેથી માત્ર પૈસાદારના પુત્રો જ આગળ અભ્યાસ કરી શકે છે અને તે પણ ગોખણીયુ જ્ઞાન પહેલાના જમાનામાં જે નૈતિક મૂલ્યોની સમજ આપવામાં આવતી તે તો હવે સાવ ખોવાઈ ગયેલી લાગે છે તો કંઈક આવુ જ કટાક્ષસભર કવિ વિપિન પરીખની આ રચના રજૂ કરે છે...







વીસ વરસ પછી આજે અમારા ક્લાસ-ટીચરમળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવેરીટાયર્ડથયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં… ”

- વિપિન પારેખ


………………………………………..



આભાર લયસ્તરો

No comments: