જયશ્રી કૃષ્ણ મિત્રો
ગઈકાલે એક સુખદ પ્રસંગ બની ગયો, માફ કરજો તેમાં જ વ્યસ્ત હતો માટૅ આ ખુશખબર આપની સાથે કાલે જ વહેંચી ન શક્યો. પણ અંગ્રેજીમાં કહે છે ને કે “Late is better than never.” હાં તો કાલે મારી પિતરાઈ બહેનના ત્યાં એક સુંદર મજાની બેબીનું આ દુનિયામાં આગમન્ થયું. અને મને ફરી મામા બનવાનું સૌભાગ્ય. ખરેખર બાળકોને જોવું છું ને તો એમ જ થાય છે કે બાળપણ ખરેખર કેટલું અદભૂત હોય છે.ન કશાની ચિંતા ન કોઈ ફીકર છ્તા નવુ શિખવાની અજીબ ધગશ્. જગજીતસિંહ ની એ ગઝલ યાદ આવી જાય કે
“काश लौटा दे कोई वो बचपन के दीन, वो कागज़ की कस्ती वो बारिश का पानी”
વળી એક સારા સમાચાર એ પણ છે કે ગઈકાલે આપણા જયશ્રીબેનનાં ટહુકાનો પણ જન્મદિવસ હતો. તો આજે તો આ ભૂલકાઓને એક હાલરડુ તો સંભળાવવુ જ પડે ને.. મારી એ ભાણી અને ટહુકા માટે જ સ્તો અને હાં મારા જેવાં બાળકો માટૅ પણ.......
ચાંદો આવ્યો ચૉકમાં.
ચાંદો લાવ્યો ચાંદરણું.
પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણાં પર પારણું.
ચાંદો બેઠો પારણે,
બેની બેઠી બારણે.
બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.
બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.


No comments:
Post a Comment