March 23, 2008

તને મેં ઝંખી છે-સુંદરમ

વળી ગઈકાલે જ એટલેકે ૨૨મી માર્ચે શ્રી સુંદરમનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું. તો તેમની એક મારી પ્રિય રચના જે હુ મારી પ્રિય વ્યક્તિને કહેવા માંગુ છું.


માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ઝાંબિયા, લંડન વગેરે સ્થળોએ પણ બંસીના બોલના કવિ તરીકે જાણીતા કવિ સુંદરમનું જન્મશતાબ્દી વર્ષ ૨૨મી જુલાઈ ૦૭ થી શરૂ થયું અને તેની ઉજવણી ૨૨ માર્ચ્ ૨૦૦૮ ના રોજ સંપન્ન થાય છે. પ્રસંગે લોકપ્રિય કવિ સાક્ષર, વિવેચક ત્થા મહર્ષિ શ્રી અરવિંદના પૂર્ણયોગના સાધક વિશે સંદેશમાં પ્રસ્તુત માહિતી અક્ષરશ્ રજૂ કરું છું.

ત્રિભુવનદાસ પુરૂષોત્તમદાસ લુહાર સુંદરમના તખલ્લુસથી તેઓ વધારે જાણીતા હતા. કદાચ તેમનુ ઉપનામ જ તેમનુ નામ બની ગયુ હતું. ગાંધીજીના આશ્રમમાં કામ કરતા બાલાસુંદરમ નામનાં તામિલ યુવકના નામ પરથી તેમણે પસંદ કરેલું. ભરૂચ જિલ્લાના નાનકડા ગામ મિયાંમાતરમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.આમોદરા હાઈસ્કૂલનું શિક્ષણ અને પછી ભરૂચમાં છોટુભાઈ પુરાણીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાં તેમણે અભ્યાસ કર્યો. નાનપણમાં તોફાની ત્રિભુવનને કવિતા અને સારાસારા પુસ્તકો વાંચવામાં ઊંડો રસ પડવા લાગ્યો. ૧૯૨૫ માં નબળી આર્થિક સ્થિતિ છતા તેમણે ગૂજરાત વિધ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો.છંદો પર પક્કડ મેળવી કુલગુરુ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનજેવુ જ સ્વતંત્ર સર્જક વાતાવરણ તેમને વિધ્યાપીઠમાં મળ્યું.અહીં તેમણે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. ૧૯૨૯માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે સારા માર્ક્સથી તેઓ વિધ્યાપીઠના સ્નાતક બન્યા.

ગાંધીજીના દર્શનનો ઊંડો પ્રભાવ તેમના વિપુલ કાવ્યસર્જનમાં જોવા મળે છે. તે સાથે સામ્યવાદના પ્રભાવ હેઠળ તેમણે ગરીબો, વંચિતો વિશે અનેક કાવ્યો લખ્યા છે. તેમના કાવ્યસંગ્રહો કાવ્યમંગલા’, યાત્રાઅને વસુધા ને ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ચંદ્રકો અને પારિતોષિકો મળ્યા છે.તેમણે અર્વાચીન કવિતા નામનો વિવેચન ગ્રંથ લખ્યો છે. ૧૯૮૫માં એમને ભારતમાં શ્રેષ્ઠ ગણાતુ સન્માન 'પદ્મભૂષણ' એવોર્ડ મળ્યો.

કવિ સુંદરમના ઘર ૮૭, સ્વસ્તિક સોસાયટી, અમદાવાદને અને પલ્લવ મકાન પણ શ્રી માતાજીને અર્પણ કર્યું. તેને માતૃભવનનામ આપી શ્રી અરવિંદ કેન્દ્રમાં બદલી નાખ્યું. અને તે બન્યુ ગુજરાતનું સૌ પ્રથમ શ્રી અરવિંદ કેન્દ્ર. હાલ એક ટ્ર્સ્ટ દ્વારા સંચાલિત કેન્દ્રમાં સાધનાલક્ષી અને સાહિત્ય પ્રકાશન અંગેની પ્રવૃતિઓ થાય છે.આ વર્ષ દરમિયાન બાલદક્ષિણાપથ દક્ષિણાના તંત્રીલેખે સુંદરમને મેં જોયા. સુંદરમ સંનિધિ, સુંદરમ સાધક-સુંદરમ, યોગના શબ્દો વગેરે પુસ્તકો પ્રકાશિત થયા છે. ગુજરાતે પોતાના કવિ-મનીષી અને સાધક એવા સુંદરમની યાદ આવી બહુવિધ રીતે તાજી કરી છે.





sundaram




તને મેં ઝંખી છે


યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.......

No comments: