સૌથી પહેલા તો આજે ૨૩મી માર્ચ, આપણી આઝાદીની લડતના શહીદ એવા શ્રી ભગતસિંહ ની શહાદત નો દિન તો તેમને વંદન કરીએ અને કહો “જય હિંદ” .....
ગઈ કાલે હતી ધુળેટી.. રંગોનો તહેવાર તથા સાથે અમારા ગુરૂજી શ્રી પુરૂષોત્તમદાસ મહારાજની જન્મજયંતિ..... નાના હતા ત્યારે મને આ ભજન ખૂબ જ ગમતુ અને આ ભજન ગાવા બદલ મને ઈનામ પણ મળ્યું હતુ. તો વિચાર્યું કે આજે ગુરૂજીના ચરણોમાં આ જ ભજન મૂકુ. વળિ મિત્રો આના રચયિતા વિશે જો આપને માહિતી હોય તો જણાવવા વિનંતી.
ગુરૂજીના નામની હો, માળા છે ડોકમાં,
નારાયણ નામની હો, માળા છે ડોકમાં,
જુઠુ બોલાય નહી હો, માળા છે ડોકમાં,
અવળુ ચલાય નહી હો, માળા છે ડોકમાં,
ગુરૂજીના નામની હો,...
ક્રોધ કદી થાય નહી, પરનિંદા થાય નહી,
ભક્તિ ભુલાય નહી, માળા છે ડોકમાં,
ધન સંગ્રહાય નહી, એકલા ખવાય નહી,
ગુરૂજીના નામની હો,...
ભેદ રખાય નહી, માળા છે ડોકમાં,
હરી હરાનંદ કહે, સત્ય છુપાય નહી,
નારાયણ ભુલાય નહી હો, માળા છે ડોકમાં,
ગુરૂજીના નામની હો, માળા છે ડોકમાં,
ગુરૂજીના નામની હો,...

No comments:
Post a Comment