મેં પહેલા વાત કરી હતી કે મારી મિત્ર “મન” એ મને તેમની રચના રજુ કરવાની પરવાનગી તો આપી. પરંતુ તેમની કવિતાનો ઇંતજાર હતો. અને મારૂ નસીબ તો જુઓ કાલે મહિનાઓ અથવા તો એમ કહુ કે પુરા એક વર્ષ બાદ તેમની સાથે મુલાકાત થઈ. અને સાચુ કહુ તો ગઈ કાલ મારા માટે એક સુંદર અને યાદગાર દિન બની ગયો.. અને તેમને મને તેમની કેટલીક કવિતાઓ આપી. અને તેમની માંગ અનુસાર હું તેમના ઉપનામ મન ના નામ પર જ આ કવિતાઓ રજુ કરીશ. જોકે હજુ તેઓ આ બ્લોગની મુલાકાત તો નથી લઈ શક્યા કારણકે મોબાઈલમાં તો ગુજરાતી દેખાય નહી ને. વળી તેઓ પાસે કોમ્પ્યુટર નથી ને તેમના ગામમાં ઇન્ટરનેટ ની સુવિધા પણ નથી....
વળી આપણા ટહુકાવાળા જયશ્રીબેને પણ કાલે આ બ્લોગની મુલાકાત લઈ મને માર્ગદર્શન આપ્યું અને મારા આ બ્લોગ ની સૌ પ્રથમ કોમેન્ટ તેમની આવી એટલે મારી ખુશીમાં ઓર વધારો થઈ ગયો..
કહે છે કે જેવી “દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.” તો જો આપણે ધ્યાન થી જોઈએ તો આપણી આસપાસ રહેલી આ પ્રકૃતિ આપણને કેટલુ બધું શિખવાડે છે. કંઈક આવુ જ આ રચનામા મારી કવયિત્રિ મિત્ર “મન” રજુ કરે છે..
પ્રકૃતિ કેટલી રમણીય ને સુંદર લાગે ?
દરેક તત્વ આપે સંદેશ માનવને,
નદી કહે, કલ કલ કલ કલ કરતા વહેવાનું,
પહાદ કહે, ઊંચાઈ પ્રાપ્ત કરો,
સમુદ્ર કહે, ઉછળ્યા કરો પોતાની હદમાં,
વૃક્ષ કહે, ઊભા રહો અડીખમ આફતોમાં,
ફુલ કહે, મુસ્કુરાહટને ન ભૂલશો વિકટ પરિસ્થિતિમાં,
વ્યોમ કહે, રહો નિર્મળ દરેક જગ્યાએ,
વાદળ કહે, દરેક સ્વરૂપમા ઢળી જાઓ,
ચંદ્ર સૂરજ ને તારા કહે રહો અવિચળ ને અથાક મુસાફર,
પંખી કહે રહો હંમેશા કિલ્લોલતા ને ખુશ,
ક્ષિતિજ કહે 'મન' રહે અલિપ્ત સૌ સાથે,
બાબુ કહે આ રહો સૌથી નીચા બની,
ખડક પડ્યા કહે બનો કઠોર પણ બીજાની ભલાઈ માટે,
ઋતુઓ કહે બદલાતા રહો, ખુશનુમા રહો..

No comments:
Post a Comment