March 8, 2008

શુભ મહિલા-દિન :-કંઈક મારા તરફ થી

આજ ના દિવસે તો દરેક મહિલા- સ્ત્રીને મારા આદરભર્યા નમન ...અને ખાસ તો મારી દીદી અને મારી સૌથી પ્રિય અને નજીકની મિત્ર મન ને. જેના વિના મારું જીવન અધુરુ છે.
શુભ મહિલા-દિન

woman



નારીની વિતક કે અનુભૂતિ !
વિટંબણા એક ભૂમિતી
સહિષ્ણુતાની એ સશક્ત કડી
મુરઝાયેલ એક કુસુમકળી

માત્ર તનથી અર્ધાંગિની
મન-અસ્તિત્વને છેદતી
અકારુ જીવન ઢેલતી
સંસ્કાર ભાર ઉંકાવતી

શાસ્ત્રોક્ત એ નારાયણી
અનેક રૂપ ધારિણી
તનુ, તરીણી, ભામિની
ધર્યા સ્વરૂપો હેરત ભર્યા

વિદિત એ તેજસ્વી
ક્યારે થશે મનસ્વિની !!!!!

આભાર મેઘધનુષ

No comments: