પ્રેમ માટે તો કોઈ એક દિવસ ન જ હોય. પરંતુ જો પ્રેમ ની વાત નિકળી જ હોય તો એક નામ તો સહુ કોઈ ના મન માં આવે જ. સાવ સાચુ મિત્રો એ છે રાધા-કૃષ્ણ નુ જ સ્તો. પ્રેમ ની તો કોઈ પરીભાષા ન હોય છતા કંઈક અહીં પ્રસ્તુત કરુ છુ...જે આપણા લોકલાડીલા ઉર્મિબેન ની એક અદભૂત રચના છે.
પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ.....

No comments:
Post a Comment