જય શ્રીરામ મિત્રો,
આજે છે ચૈત્રી સુદ નોમ. આજનો દિવસ તો શ્રીરામ ભગવાનનો જન્મદિવસ.એટલે રામનવમી.રામનવમી વિશેની વધુ જાણકારી માટે ગત વર્ષે રજૂ કરેલ રચનારામનવમી…રામ રમે સોગઠે રે….. જરૂરથી માણજો.વળી શ્રીરામ ની વંશાવલી પણ જરૂર જાણશો.
વળી આજે છે ૨૪મી માર્ચ પણ આજે છે વિશ્વ ક્ષય દિન. આ માટૅની વિગતવાર માહિતી માટે ગત વર્ષની આ રચના વિશ્વ ક્ષય દિન…અંધશ્રદ્ધા નો ક્ષય….. ‘સૂફી’ પરમાર જરૂરથી આપ જોશો તેવી આશા છે.કારણકે આ રોગ પ્રત્યેની જાગૃતિ જ આપણને સુરક્ષા બક્ષી શકે છે અને આપણું ભાવિ સુખમય રાખી શકે છે.તો ચાલો આજે માણીએ આ લોકપ્રિય ભજન...
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.
સીતારામ સીતારામ,
ભજ પ્યારે તુ સીતારામ.
કૌશલ્યાના પ્યારા રામ,
દશરથના દુલારા રામ.
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.
અયોધ્યાના રાજા રામ,
હનુમાજીના વહાલારામ.
લક્ષ્મણજીના સાથી રામ,
ભરતજીના બંધુ રામ.
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.
રાત્રે નિદ્રા દિવસે કામ,
ક્યારે ભજશો સીતારામ?
સીતારામ સીતારામ,
ભજ પ્યારે તુ સીતારામ.


No comments:
Post a Comment