February 14, 2009

વેલેન્ટાઈન ડે...એ પ્રેમ છે....."મન"

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે છે ૧૪મી ફેબ્રુઆરી.વિશ્વભરમાં આજે આ દિનને પ્રેમ દિન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વેલેન્ટાઈન ડે.વળી મારા માટે તો આજનો દિન એથી પણ વિશેષ ખાસ છે કારણકે આજે છે મારી સૌથી નજીક એવી મારી પ્રિય દીદીનો જન્મદિવસ.અને સાથે સાથે આ મનના વિશ્વાસનો પણ જન્મદિવસ.


અને હા આજે આવા સુંદર પ્રસંગે કુલ ૭ રચનાઓ આજે પ્રસ્તુત કરું છું.



૧) પૂછુ રાધાને મીરાને એક વાતલડી... { સુર સાથે}


૨) આવો માંડીએ પ્રેમની રે વાત...રમેશભાઈ પટેલ' આકાશદીપ'


૩) પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી...મુકુલ ચોક્સી { સુર સાથે}


૪) એ પ્રેમ છે..."મન"


૫) પ્રેમ ઉર્ફે ત્યાગ..."મન"


૬) તો બેધડક તું મારી પાસે આવજે...ઊર્મિબેન


૭) એમ પૂછીને થાય નહી પ્રેમ...તુષાર શુક્લ { સુર સાથે}




અને હંમેશની જેમ મને મદદ કરતી મારી મિત્ર "મન"ની મુકુલ ચોક્સીની રચનાથી પ્રેરિત થઈ પ્રેમ પર જે રચના બનાવી છે તે પણ ખરેખર અદભૂત છે અને સાચું કહેજો મિત્રો જીવનમાં ક્યારેક તો આપને પણ આ રચનામાં લખી છે તેવી લાગણી થઈ હશે ખરુંને...


orange-rose


સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલા,


કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય,


એ પ્રેમ છે.



મંદિરમાં દર્શન કરતી વખતે,


કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય,


એ પ્રેમ છે.



આખા દિવસનો થાક,


જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય,


એ પ્રેમ છે.



માથું કોઈના ખોળામાં મૂકીને,


લાગે કે મન હળવું થઈ ગયું,


એ પ્રેમ છે.



લાખ પ્રયત્નો છતાં,


જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો,


એ પ્રેમ છે.



આ વાંચતી વખતે,


જેનો ચહેરો આપની સામે તરવરે,


એ તમારો પ્રેમ છે.

No comments: