January 13, 2009

નિમંત્રણ...પીળો પતંગ.....

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આવતી કાલે છે ૧૪મી જાન્યુઆરી એટલેકે આપણા સહુનો માનીતો તહેવાર ઉત્તરાયણ.કહે છે કે ઉત્તરાયણ બાદ કમુહુર્તાનો અંત આવે છે અને લગ્નગાળાની મોસમ ફરી છવાય છે.તો ચાલો આ માટે આપણે સૌ પહેલા તેમના જ લગ્ન કરિ દઈએ જે દર વર્ષે સૌ પ્રથમ આપણે કરીએ છીએ.આપને થતું હશે અરે આ વળિ કોણ છે તો ચાલો આપ સર્વેને આ કંકોતરી જ આપી દઉં અને આપ સર્વે આ આમંત્રણ સ્વીકારી વહેલાસર પધારી લાભ લેશો.વળિ આજે આ સાથે એક બાળગીત પણ રજું કરું છું.અને આવતીકાલે આપણા રમેશ પટેલના ગીત સાથે ફરી મળીશું.ચાલો હજી તો ધાબુ ધોવાનું છે અને પતંગ તથા દોરી તૈયાર કરવાની છે અને કિન્ના પણ બાંધવી પડશેને...શુભ મકરસંક્રાંતિ.





નિમંત્રણ




kankotri1



yellowkite



પીળો પતંગ મારો પીળો પતંગ


ઊંચા આભે ઉડાડું મારો પીળો પતંગ


નાનાં નાનાં ફુમતાનો ભૂરો છે રંગ


ભૂરા આકાશે ઉડે પીળો પતંગ.



ધોળો પતંગ તારો ધોળો પતંગ


ઊંચા આભે ઉડાડ તારો ધોળો પતંગ


નાનાં નાનાં ફુમતાનો નીલો છે રંગ


ઊંચા નીલા આકાશે ઉડે ધોળો પતંગ.



હે કાપ્યો...કાપ્યો તારો ધોળો પતંગ


મારા પીળા પતંગે કાપ્યો ધોળો પતંગ



એ જાય જાય જાય તારો ધોળો પતંગ


પેલી ઝાડીમાં ભરાયો તારો ધોળો પતંગ


ઢીલ દઈને કાપ્યો તારો ધોળો પતંગ


ખેંચી ખેંચી કાપ્યો તારો ધોળો પતંગ.

No comments: