October 3, 2008

અંબા ગાયે, ભવ દુઃખ જાયે....... “મન”

જય અંબે દોસ્તો,


આજે છે આસો સુદ ચોથ.એટલે ચોથું નોરતું.આમ તો આપ રોજ રાત્રે ગરબાની મજા માણતા જ હશો.પણ કંઈક અલગ સંભળાવવાની કે જણાવવાની ઈચ્છા હતી પણ કંઈ મળતું નહોતું.પણ આખરે માતા સાથ આપે જ છે અને મારી મિત્ર મનએ મને તેમના ગામમાં અને તેમના દ્વારા ગવાતી આ અંબેમાની સ્તુતિ આપી.જે તેમના અવાજમાં જ સુલભગુર્જરીમાં સાંભળી શકશો.હા તેમની તબિયત ખરાબ હોવાથી સુરમા થોડો લય નથી પણ તેમણે તે છતા આ માટે પ્રયાસ કર્યો તે માટૅ તેમનો ખૂબ ખૂબ આભાર સહ આ સ્તુતિ રજુ કરુ છું.આશા છે કે આપને ગમશે.






અંબા ગાયે, ભવ દુઃખ જાયે,


વિધ્નો સઘળાં દૂર જ થાયે.



પ્રથમ સમરું માત ભવાની,


આદ્યાશક્તિ તું ઝગમગવાળી.


અંબા ગાયે, ભવ દુઃખ જાયે.



દુઃખીજનોના દુઃખ હરનારી,


પૂજન કરતા નર ને નારી,


અંબા બહુચર છે જગવાળી.



ભક્તિ તમારી અવિચળ દેજો,


શરણે આવ્યો ઉરમાં લેજો.


ભક્તિમંડળમાં રહેજો ભવાની.


અંબા ગાયે, ભવ દુઃખ જાયે.

No comments: