August 24, 2008

મને લાગે છે વ્હાલો,..... શ્રી યોગેશ્વરજી

જય શ્રીકૃષ્ણ મિત્રો,


આજે તો આમ પણ કૃષ્ણ ભગવાનનો જ જન્મદિવસ છે એટલેકે જન્માષ્ટમી તો આપ સર્વે ભક્તજનોને મારા વતી જય કનૈયાલાલ કી.આજે મારી ખાસ મિત્ર "મન" એ મને આ રચના મૂકવાનું સૂચન કર્યું પહેલા તો મેં બીજી રચના જે આ બાદ રજૂ કરીશ તે વિચાર હતો પણ તેમણે મને તેમના સ્વરમાં આ ગાઈને સંભળાવ્યુ ત્યારે આ ગીત મૂકવાનો વિચાર દૃઢ્ઢ નિર્ધાર લઈ જ લીધો. તો મિત્રો માણો યોગેશ્વરજી નું આ ભજન મારી મિત્ર મન ના સ્વરમાં પરંતુ હા મિત્રો આ સંગીત વગર છે અને ફોન પર રેકોર્ડ કરેલ છે છ્તા અવાજની ગુણવત્તા જાળવવા પ્રયત્ન કરેલ છે. આશા છે આપ સર્વે તે બદલ દરગુજર કરશો.








મને લાગે છે વ્હાલો,


યશોદાનો લાલો,


માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો




જન્મ જેલમાં થયો,


તોય ખીલતો રહ્યો,


નથી કીધા નિરાશાના ખ્યાલો..



માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



મને લાગે છે વ્હાલો,


યશોદાનો લાલો,


માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો




જીત્યા ગોપીઓના ચિત,


અને લૂટ્યા નવનીત,


તોયે લાગ્યો સકલ ને એ વ્હાલો..



માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



મને લાગે છે વ્હાલો,


યશોદાનો લાલો,


માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



ધર્યો ગોવર્ધન હાથ,


ભરી ઈન્દ્ર સાથે બાથ,


ભલે નાનો ગાયોનો ગોવાળૉ...



માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



મને લાગે છે વ્હાલો,


યશોદાનો લાલો,


માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



કીધી કુરુક્ષેત્રે જંગ,


રહ્યો પાંડવોની સંગ,


બન્યો પાર્થ તણૉ સારથી નિરાળો...



માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



મને લાગે છે વ્હાલો,


યશોદાનો લાલો,


માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



ધર્યુ સુદર્શન હાથ,


કીધા કૈકને મહાત,


તોય યશોદાની પાસે થયો કાલો....



માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો



મને લાગે છે વ્હાલો,


યશોદાનો લાલો,


માધવ મતવાલો મતવાલો


હો હો માધવ મતવાલો મતવાલો….







No comments: