August 16, 2008

કોણ હલાવે લીંબડી ....... અવિનાશ વ્યાસ

જયશ્રી કૃષ્ણ મિત્રો,


આજે તો છે શ્રાવણી પૂનમ.એટલેકે રક્ષાબંધન.ભાઈ અને બેની ના પ્રેમના આ તહેવાર ની આપ સર્વેને શુભેચ્છાઓ.આજે માત્ર એટલુ જ કહીશ કે બધા કહે છે કે આજકાલ લાગણીઓ સૂકાઈ ગઈ છે પણ સાવ એવું નથી પરંતુ લોકોના દિલમાં તો પ્રેમ ને લાગણીઓ તો છે જ પણ ક્યારેક સમય તો ક્યારેક પૈસાના તો ક્યારેક કોઈ શું કેશે આવા ડરને કારણે પોતાની લાગણી પ્રેમ વ્યક્ત જ નથી કરતા અને સંબંધોમાં એક દૂરી આવી જાય છે.તો આજે આ પવિત્ર તહેવારે પોતાનાઓ પ્રત્યેની પોતાની ભાવના પ્રેમને વ્યક્ત તો કરી જુઓ પછી જુઓ તેમના ચહેરા પર પણા કેવી રંગત આવે છે. વળી આજે તો નાળિયેરી પૂનમ પણ કહેવાય છે તો દરેક દરિયાઈ ખારવા ભાઈઓ તથા દરિયા નજીક રહેતા તમામ લોકોને નાળિયેરી પૂનમની ખૂબખૂબ શુભકામનાઓ.તો આજે પ્રસ્તુત છે અવિનાશ વ્યાસનું જ સોનબાઈની ચૂંદડી ફિલ્મનું ભાઈ-બેનીના પ્રેમનું આ ગીત અને હાં ગીતમાં થોડો વિરામ બાદ દુખદ લયમાં પણ છે તો પૂરુ માણશો...





કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે બેનડી જુલે ભઇલો ઝુલાવે ડાળખી.


.


.


.


.


.




હે આજ વીરો લાવશે ભાત્, મીઠા ફળ ને ફૂલ,


ભાઈ-બેનીના હેતની આગળ, જગ આખું થશે ધૂળ.



વીરા ને.. રાખડી બાંધુંવીરાના મીઠડા લેશું,


વીરા ને.. રાખડી બાંધુંવીરાના મીઠડા લેશું...




કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી

No comments: