જયશ્રી કૃષ્ણ મિત્રો,
આજે છે ફરી આંકડાઓની માયાજાળ. કારણકે આજની તારીખ છે ૦૮-૦૮-૦૮.આપણા જન્મમાં કદાચ આ એક જ વખત આવી છે.પછી તો તે આવતી સદીમાં આવશે.વળી આ ૮ના આંકડાને ઘણા લોકો લકી માને છે તો આજે કોઈ વધારે આંકડાની માયાજાળ નહી રચું પણ એક વાત કહું જે આપને રસપ્રદ લાગશે.કારણકે અંગ્રેજીમાં માત્ર ૮ જ એક એવો અંક છે જે લખતા ઉપર અંત આવે છે.અને
૧*૯+૨=૧૧
૧૨*૯+૩=૧૧૧
૧૨૩*૯+૪=૧૧૧૧
૧૨૩૪*૯+૫=૧૧૧૧૧
૧૨૩૪૫*૯+૬=૧૧૧૧૧૧
૧૨૩૪૫૬*૯+૭=૧૧૧૧૧૧૧
૧૨૩૪૫૬૭*૯+૮=૧૧૧૧૧૧૧૧
૧૨૩૪૫૬૭૮*૯+૯=૧૧૧૧૧૧૧૧૧
છે ને આશ્ચર્ય....પણ હાં આજના આવા લકી ડે પર એક સપનું અરે એક સપનાનાં ઘરની કલ્પના જ કરાવી દઉં તો.તો માણો આજે મુકુલ ચોક્સીનું આ ગીત..
સ્વરઃ- રુપકુમાર રાઠોડ, સાધના સરગમ
સંગીતઃ- મેહુલ સુરતી
| SAPNA NU GHAR HO.m... |
ઝૂલે ઝૂલું હું,
ઝૂલે ઝૂલાવું,
લા લા લા લા લા લા લા...
ઝૂલવા હો ઝૂલો,
એક એવું ઘર હો,
લા લા લા લા લા લા લા...
સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો....
ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે,
ધરા પર એ આપણને તાકી રહ્યા છે.
રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને,
જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.
ઋતુઓ બધી અહીં એકસાથે આવે,
દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,
મીઠું મીઠું એ સતાવે.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો....
સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
ગગન હું ધરા તું,
જરા હું જરા તું,
નદીમાં ભીંજાતી કોઈ અપ્સરા તું
છે સપનું અધુરું, છતા બહું મધુરું,
મળે સાથ તારો તો થઈ જાય પૂરું.
સાથ દઈશ હું તુજને સફનમાં,
તારો બનીને સદા રહીશ જીવનમાં,
હો જેમ પંખી ગગનમાં.
સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો....
સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો..


No comments:
Post a Comment