જય હિંદ દોસ્તો,
આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો ૬૨મો સ્વતંત્રતા દિન.ઈ.સ.૧૯૪૭ના રોજ આજના દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ચૂંગાલમાંથી આઝાદ થયો.ત્યારે ચારે બાજુ હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો. આ આઝાદીની લડતમાં કોઈ એક નહી સમગ્ર ભારતવાસીનો સાથ હતો.અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ આપણૅ અહિંસાથી આઝાદી મેળવી.પણ મિત્રો શું આજે આપણૅ આ અહિંસાના મૂલ્યને તેની તાકાતને વિસરી ગયા છીએ. દરરોજ જ્યારે સમાચારપત્ર હાથમાં લઈએ કે પછી કોઈ ટીવી ચેનલમાં જોઈએ તો કદાચ ભાગ્યે જ એકાદ બે સમાચારને છોડીને માત્ર હિંસાના,આતંકવાદના, ચોરીના કે હત્યા કે આત્મહત્યાના જ સમાચાર હોય છે.ભગવાનની આ ધરતી પર ભગવાને માત્ર માનવને વાણી સમજવાની શક્તિ અર્પી છે. પણ કોઈએ કહ્યુ છે ને કે અત્યારે આ પૃથ્વી પર માત્ર મનુષ્ય જ મનુષ્ય ને મારે છે અને તે પણ કેટલાક રૂપિયા કે ધર્મના જેહાદના નામે.આ દુનિયામાં જન્મતું કોઈપણ બાળક કોઈ દેશના સિમાડા કે ધર્મ જોઈને નથી અવતરતું. પણ આપણે જ તેને વિવિધ માનસિકતાઓમાં બાંધી દઈએ છીએ.માટે જ તો કવિ એ કહ્યુ છે ને કે હું માનવી માનવ થાઉં ને તોય ઘણું. તો આજના આ દિવસે આપણે આવી લઘુતાગ્રંથિમાંથી આઝાદ થવાની પ્રતિજ્ઞા લઈએ.તો આજે પ્રસ્તુત છે આપણું રાષ્ટ્ર્ગાન વંદે-માતરમ તેના પૂર્ણ બધા જ પદ સાથે સંગીત વગર અને સંગીત સાથે...
| vande-matram.mp3 |
वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
शस्यशामलां मातरम् ।
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं
फुल्लकुसुमितद्रुमदलशोभिनीं
सुहासिनीं सुमधुर भाषिणीं
सुखदां वरदां मातरम् ।। १ ।। वन्दे मातरम् ।।
कोटि-कोटि-कण्ठ-कल-कल-निनाद-कराले
कोटि-कोटि-भुजैर्धृत-खरकरवाले,
अबला केन मा एत बले ।
बहुबलधारिणीं नमामि तारिणीं
रिपुदलवारिणीं मातरम् ।। २ ।। वन्दे मातरम् ।।
तुमि विद्या, तुमि धर्म
तुमि हृदि, तुमि मर्म
त्वं हि प्राणा: शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारई प्रतिमा गडि
मन्दिरे-मन्दिरे मातरम् ।। ३ ।। वन्दे मातरम् ।।
त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदलविहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलां
सुजलां सुफलां मातरम् ।। ४ ।। वन्दे मातरम् ।।
श्यामलां सरलां सुस्मितां भूषितां
धरणीं भरणीं मातरम् ।। ५ ।। वन्दे मातरम् ।।


No comments:
Post a Comment