આજે તો રામનવમી.
હિંદુ સંસ્કૃતિનાં ધરોહર એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય ચૈત્ર સુદ નોમના દિવસે થયુ હતુ.શ્રી રામે આપણને આદર્શ રાજા,આદર્શ પુત્ર, આદર્શ બંધુ, આદર્શ માનવ ની અનેક ભૂમિકાની આચારસંહિતા દર્શાવી છે. વિકાર, વિચાર અને વ્યાવહારિક કાર્યોમાં રામે માનવીય મર્યાદાઓ છોડી નથી. વળી આપણામાં કહે એ કે
“रघुकुल रीत सदा चली आई, प्राण जाय पर वचन न जाये.”
તો આ રામનવમીના પર્વે શ્રી રામનાં જીવનમાંથી સૌ પ્રેરણા લઈ સદાચારી બનીએ અને કર્તવ્યોને હસતે મુખે કરી છૂટવાની શક્તિ કેળવીએ તો કુટુંબમાં, સમાજમાં , જીવનમાં ધર્મનું- સત્યનુ તેજ પ્રગટશે..
राघवं रामचंद्र च रावणारिं रमापतिम् I
राजीव लोचनं रामं तं वन्दे रघुनन्दनम् II
પણ મિત્રો આજે જરાક વિચાર આવી ગયો કે આમ તો રામ અને કૃષ્ણને આપણે ભગવાન વિષ્ણુના અવતાર કહીએ છીએ પરંતુ માત્ર એક વાત એજ પ્રેમ ની આવે ત્યારે તેઓ પણ આખરે માનવ બની ગયાનો એહસાસ થાય છે. જુઓને લોકલાજ ને કારણે રામે સીતાજીને ત્યજી દીધા જ્યારે તેમાં સીતાજીનો તો વાંક પણ નહોતો. અને કદાચ એ જ રીતે કાનાએ પણ રાધાને છોડી દીધી. જે તેમના અવતાર સ્વરુપને પણ આખરે એક પામર માનવી બનાવી દે છે. માટે આજે આ ભજન અહીં મૂકુ છું કે મારા રામ તમે સીતાજીને તોલે ના આવો. અને એટ્લી વિનવણી ભગવનને કે ક્યારેય કોઇની પણ આટલી આકરી કસોટી ના કરશો.....

ફોટા માટૅ સુર-સરગમના ચેતનાબેનનો આભાર
રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

No comments:
Post a Comment