April 7, 2008

વિશ્વ આરોગ્ય દિન....વિશ્વ--“મન”

આજે તો ૭મી એપ્રિલ.



વિશ્વ આરોગ્ય દિન.




બરાબર ૬૦ વર્ષપૂર્વે ૭મી એપ્રિલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા એટ્લેકે WHO [ World Health Organisation ] નો જન્મ થયો હતો. જે દર વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્યને લગતા મહત્વના વિષયો તરફ દુનિયાભરનું ધ્યાન દોરે છે.અને નવી થીમ આપી આપણને સભાન કરી હેલ્થી જીવન તરફ લઈ જવાની કોશિશ કરે છે.



વાતાવરણના બદલાવના કારણે આંતરરાષ્ટ્રિય જાહેર સ્વાસ્થ્યની સલામતી જોખમાતી જાય છે, તેના સઘન પુરાવાને અનુલક્ષીને આ વિશ્વ આરોગ્ય દિનની થીમ છે



વાતાવરણમાં પરિવર્તન અને સ્વાસ્થ્ય સલામતી



એટ્લેકે અંગ્રજીમા કહું તો



“ PROTECTING HEALTH FROM CLIMATE CHANGE”



વાતાવરણના બદલાવના કારણે આંતરરાષ્ટ્રિય જાહેર સ્વાસ્થ્યની સલામતી પર જોખમ વધતુ જાય છે,માટે વૈશ્વિક સમાજના જોડાણથી વાતાવરણ સંબંધિત સ્વાસ્થ્ય પડકારોને ચેપી રોગોથી બચાવની કામગીરીને મજબૂત બનાવવી, આ ચેપી રોગો પર અંકુશ લાવવા, પાણી પુરવઠાનો સલામત ઉપયોગ કરવો અને ઈમરજન્સીમાં સ્વાસ્થ્યલક્ષી પગલામાં સહકાર આપવો વગેરે કરી શકાય.






તો આજના પ્રસંગે મારી મિત્ર મન ની વિશ્વ પરની જ રચના અહીં રજૂ કરૂ છું. વળી આજે તો મન-ડે [Monday] એટલેકે સોમવાર પણ છે ને...









2008 theme







થાય છે કે ચાલી જાઉ ક્યાંક દૂર


આ સમાજથી જ્યાં હોઉ 'હું' અને હું માત્ર,


નથી ગમતા આ રીત-રીવાજો સમાજના,


છે ગંદા ગૂંચવાડા ભર્યા નકામા


નજર છે ગંદી, વિચારો છે ગંદા,


છે સંસ્કારનો છાંટો માત્ર કોઇકમાં,


નહી તો છે, દુરાચારીઓ અને ભ્રષ્ટાચારીઓ જગતમાં,


છતા છે, કોઇ સદાચારી પણ આ જગતમાં,


લાગે છે કે ઇશ્વર પણ વિચારતા હશે,


કઇ આપવી સજા આ લોકોને,


કેમકે છે બધી જ ફોગટ અને નાની તેમના માટે,


ખબર નહી ક્યાં જઇને અટકશે,


આ વિશ્વની, છતા છે કોઇ


અકળ તત્વ અને મન જ જગતમાં


કે જેથી ધબકી રહ્યું છે વિશ્વ અહીં...!!

No comments: