March 20, 2008

જન્મદિન....દરિયાને તીર એક રેતીની ઓટલી-સુંદરમ; महेक ऊठी है फिज़ा - प्रेरणा

આજે ૨૦મી માર્ચ. મારી નાની બેનની બેબી એટલેકે મારી ભાણી દેવયાની નો જન્મદિવસ. આજે તેની પ્રથમ વર્ષગાંઠ. એક વર્ષની થઈ ગઈ જાણે કે હજી હમણાં તો સાવ નાની હતી. ઘણું વિચાર્યુ કે કઈ રચના મુકુ. ત્યાં આજે સંદેશમાં વાંચ્યુ કે ૨૨ માર્ચ સુધી કવિ સુંદરમ નવુ વર્ષ છે તો તેમની જ રચના પ્રસ્તુત છે. બાળપણમાં આવતી આ કવિતા આજ પણ મને ખુબ જ પ્રિય છે.

devyani

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બેક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.


વળી મારી મિત્ર પ્રેરણા એ પણ તેના જન્મદિન માટે રચના લખી છે તે પણ રજૂ કરુ છું.




birthday

महेक ऊठी है फिज़ा ये अभी अभी,


फूल एक खिला है नया अभी अभी,


रंग सुहाना, रुप सुहाना,


झूम ऊठा मानो सारा ज़माना,


चिडीया-भंवरे गुनगुनाये,


बहेती हवायें गीत गाये,


बहारो का मौसम रहे सदा,


महेकता रहे तेरा दामन सदा,


ना मिले कांटो की चुबन तुजे कभी,


ना हो काली घटा का साया तुजपर कभी,


है दुआ दिल में बस यहीं खुशिया मिले तुजको सभी.



No comments: